શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું હતું,પ્રદેશ ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચાના નીલ રાવ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવ, પ્રાંત અધિકારી એમ. કે. ડોડીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, તાલુકા પંચાયતના દંડક શાંતાબેન ખાંટ તેમજ નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ સહિતના આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનોમાં ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડયો હતો અને દેશની સ્વતંત્રતા તથા સમાજ સુધારણામાં તેમના અતુલ્ય યોગદાનને યાદ કર્યું હતું. સાથે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતું. આ મહિલા સંમેલનમાં ભાજપ મહિલા અગ્રણી ભારતીબેન પટેલ, ધારાસભ્યના પી.એ. રણવીર સિંહ ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.