કવાંટ તાલુકાના રાયપુર ગામે ભાજપ છોટાઉદેપુર જિલ્લા દ્વારા 138-પાવી-જેતપુર વિધાનસભા ક્ષેત્રનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ, સાધુ-સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, પાવી-જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ટ્રાઈફોડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, પાવી-જેતપુર તાલુકા પંચાયતનાં પ્રમુખ નયનાબેન રાઠવા, બોડેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ હેમલતાબેન કોલી, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાઠવા તથા કવાંટ મંડળના પ્રમુખ સંજયભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના આયોજન હેઠળબેન્ડ સાથે રાયપુરથી પાનવડ ગામ સુધી કાર્યકરોની રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ્, રાયપુર ખાતેના સભાસ્થળે ટીમલીના તાલે કાર્યકરો ઝુમી ઉઠયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, આવાસ અને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓના લાભથી આદિવાસી સમાજના યુવાનો શિક્ષણ મેળવી ડૉક્ટર, વકીલ, એન્જિનિયર અને પોલીસ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા નવા વર્ષ નિમિત્તે કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો