જાંબુઘોડા : જાંબુઘોડા ખાતેના મંગલેશ્વર મહાદેવ મંદિરે ગૌરીવ્રતના પ્રથમ દિવસે કુંવારીકાએએ શ્રાદ્ધા અને ભક્તિભાવ સાથે મહાદેવજીની પૂજા કરી હતી. આ પ્રસંગે ગૌરીવ્રત કરતી દીકરીઓને પ્રસાદરૂપે સુકામેવા આપી તેમનું વિધિવત પૂજન કરાયું હતું. જેમાં જાંબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ, ભાજપા મંડળ પ્રમુખ રણજીતભાઈ બારીયા, મહામંત્રી વિક્રમભાઈ બારીયા તેમજ પૂર્વ સરપંચ અરવિંદભાઈ બારીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કન્યાઓને આશીર્વાદ આપી ગૌરીવ્રતના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પણ માહિતી આપી હતી. ગૌરીવ્રતના પાંચ દિવસ કુંવારી કન્યાઓ માતા પાર્વતી (ગૌરી માતા)નું પૂજન કરી સારા જીવનસાથી, સુખી દાંપત્ય જીવન અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પૂજા કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો