બોડેલી તાલુકાના જબુગામથી કાંટવાને જોડતો 11 કિ.મીનો માર્ગ મેરીયા અને ભારજ બ્રિજ વચ્ચેના 50 જેટલા ગામો માટે વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો મુખ્ય માર્ગ ગણાય છે. આ માર્ગ ઉપર જ્યાં જુઓ ત્યાં હાલ ખાડા રાજ નજરે પડે છે.મેરીયા અને ભારજ બ્રિજ બંધ થયા બાદ આ માર્ગ ઉપર વાહન વ્યવહારનું ભારણ વધ્યું છે. આ માર્ગ પરથી જબુગામ તેમજ સુષ્કાલ તરફ્થી તથા ઠલકી લોઢણ તરફ્થી સેંકડોની સંખ્યામાં જેના પગલે મોટા હાઇવા તેમજ 200 ઉપરાંત ટ્રેક્ટર દ્વારા બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે.


આ માર્ગ ઉપરથી તેનું વહન કરાઇ રહ્યું છે. જેના પગલે સમગ્ર દિવસ દરમિયાન આ માર્ગ તેમજ લોઢણથી રનભુન ઘાટીને જોડતા માર્ગ ઉપર 200 ટ્રેક્ટર તેમજ હાઇવા ટ્રકોની 8થી 10વાર અવરજવર થાય છે. સ્થાનિક જનતા અનેકવાર ખાન ખનીજ તેમજ વહીવટી તંત્રને આ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી આ રેતી ખનન અટક્યું નથી. જેના પગલે પંથકની સ્થાનિક જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઇ છે. તંત્ર વહેલી તકે રિપેરિંગ કરે તેવી માગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: