શહેરા : શહેરા નગર અને તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રકૃતિના જતન અને પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે મુખ્ય તળાવના કિનારે તેમજ સલામપુર ગામે આવેલ રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠકના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પ્રકૃતિ વંદના સાથે છોડ રોપીને આ અભિયાનની શરૂઆત કરાઈ હતી. વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગ્રામ્ય વિસ્તારોને પણ આ મોહિમમાં સાંકળી લેવાયા હતા. મરડેશ્વર, વાંટાવછોડા, દલવાડા તેમજ વાઘજીપુર સહિતના વિવિધ ગામોમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરાયું હતું. વનવિભાગ દ્વારા સ્થાનિક આબોહવાને અનુકૂળ અને ઓક્સિજનનું વધુ ઉત્સર્જન કરતા જુદા-જુદા પ્રકારના પર્યાવરણ ઉપયોગી વૃક્ષો રોપાયા હતાં. જેમાં વન વિભાગ નોર્મલના આર.એફ્.ઓ.વિજય ગઢવી, વિસ્તરણ રેન્જના આર.એફ્.ઓ. જયંતિ બારીયા, નગરપાલિકા પ્રમુખ શીતલ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ









