પાટણ જિલ્લાની એલસીબી પોલીસે રથયાત્રા અંતર્ગત કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી ભરતસિંહ રાઠોડ, ચાંપરાજ કાઠી અને કુંવરસિંહ ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે જોધપુરનો શિવરાજ મારવાડી ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે સ્થળ પરથી બ્લેન્ડર્સ પ્રાઈડની 60 સીલબંધ બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણા, સ્ટીકર, સીલિંગ મટીરીયલ, દારૂ બનાવવાની સામગ્રી અને ત્રણ મોબાઈલસહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાંઆવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો