પાલનપુર નગરપાલીકા નજીક આવેલા સિમલાગેટથી રેલ્વે સ્ટેશન સુધીના માર્ગમાં શાકભાજીની રેંકડીઓનુ સામ્રાજ્ય છે.અને અહીં માત્ર દબાણ કરી રસ્તામાં અડચણ કરવા ઉપરાંત બેફામ અપશબ્દો અને બિભત્સ વર્તન કરતા રેંકડીવાળાઓને કારણે અહીંથી કોલેજ કંમ્પાઉન્ડ અને અન્ય 10થી વધુ સોસાયટીમાં રહેતા લોકોને ઘરેથી અવરજવર દરમ્યાન આ મુશ્કેલી વેઠવી પડે છે.અને કેટલીકવાર બાળકો સાથે હોય ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે.અને પાલિકાની મિલકતની તોડફોડ પણ કરનાર તત્વો સામે ચીફઓફીસર જાણે મૌ ધારણ કરી લીધુ હોય તેમ આજ સુધી કોઈ પગલાં ન લેતા માત્ર કચેરીમાં રજુઆત કરનાર સામે જ બોલી શકે છે.પણ અહીં તેમની કોઈ જીગર ચાલતી ન હોય લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.અને તે ખર્ચને પહોંચી વળવા ટેક્ષ વસુલ કરવામાં આવે છે.અને જો ટેક્ષ સમયસર ભરપાઈ ન થાય તો મિલકતને સિલ કરી દેવાય છે.આમ ટેક્ષ ઉઘરાવવો અને તેમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ ટેન્ડરો આપી અને કામગીરી કરાવવા પાછળ ખર્ચાય છે.તે કામગીરી કેવી થાય છે.તે શહેરીજનો સારી રીતે જાણે છે.આમ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતા કામ પૈકી એક ટેન્ડર સફાઈનુ પણ આપવામાં આવ્યુ છે.જેમાં મહોલ્લાની સફાઈ અને રસ્તાની સફાઈ આમ અલગ અલગ કામ કરવા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેમાં નગરપાલિકા કચેરી નજીકમાં સિમલાગેટ વિસ્તારમાં રસ્તાની સફાઈ કરવામાં આવે છે.તેમાં રાત્રીના સુમારે મોડી રાત્રે આ રોડ પર સફાઈ કરવામાં આવે ત્યારે ચોખ્ખો ચણાક સવારે પાંચ વાગ્યા સુધી રહે છે.અને ત્યારબાદ શાકભાજી આવવાનુ શરૂ થાય અને આખોય રસ્તો બ્લોક થઈ જાય છે.જેથી કોલેજ કમ્પાઉન્ડ અને તેની આસપાસ રહેતા લોકોને બહાર નીકળવુ હોય તો દિલ્હીગેટ ફરીને જવુ પડે છે.તેનાથી વિશેષ કહીએ તો અહીં ફાયર ફાઈટરના ટેન્કર પણ બહાર લઈ જવા પડયા છે.અને છેક જહાઆરા બાગ જોડે ફાયર સ્ટેશન બનાવવુ પડયુ છે.આમ અહીં શાકભાજી વેચતા લોકોની પહોંચ જુઓ તો શાકમાર્કેટ માટે જગ્યા ફાળવ્યા પછી પણ માર્કેટ હટયુ નહી.અને હવે તો શાકના વેપારી ને જ હોદ્દો મળી જતા હવે અહીં દબાણદારોને છત્રછાયા મળી ગઈ છે.ભલે શહેરીજનો અને સોસાયટીના લોકોનુ જે થવુ હોય તે થાય પણ ધંધાનુ સ્થળ નહીં બદલાય.નવાઈની વાત એ છે.કે નગરપાલિકા દ્વારા સિમલાગેટથી રેલ્વે સ્ટેશન સુધી ડીવાઈડર બનાવી લોખંડની ગ્રીલ મુકી હતી.જે હવે તોડફોડ કરી ડીવાઈડર જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યુ છે.અને લોખંડની ગ્રીલ ક્યાં ગઈ તેની પણ ખબર નથી.આવા સંજોગોમાં રોડ પર સડેલા શાકભાજી ફેંકી અને રખડતા ઢોરને અહીં અડ્ડો બનાવ્યો છે.તેના કારણે અવારનવાર લોકોને રખડતા પશુના શિંગડા વાગતા હોવાની રાવ છે.અને ગીચતા કરી રસ્તા વચ્ચે રેંકડીઓ ઉભી કરી અડચણ કરવા છતા ટ્રાફીક પોલીસ અને નગરપાલિકાના ચીફઓફીસર દ્વારા કાર્યવાહી ન કરાતા લોકોને ભારે અડચણ વેઠવી પડી રહી છે.ત્યારે આ મામલે હવે કોલેજ કમ્પાઉન્ડ અને તેની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ ધરણાં કરવા અને જરૂર પડયુ ગાંધીનગર સુધી જઈ રજુઆત કરશે તેમ જણાવ્યુ છે.
