ચાણસ્મા : પાટણ જિલ્લામાં હાલમાં જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી હેલ્મેટ ડ્રાઈવ ચલાવાઈ રહી છે અને પોલીસ તંત્ર દ્વારા પણ બાઈક ચાલકોની સલામતી માટે સતત ચેકીંગ હાથ ધરી બાઈક ચાલકોને ફ્રજિયાત હેલ્મેટ પહેરવા માટે સુચના આપવામાં આવી રહી છે. જેને લઈ બુધવારે ચાણસ્મા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ચાણસ્મા પીએસઆઈ વી.એન પંડયા સહિત ટ્રાફ્કિ શાખાના અશોકભાઈ ચૌધરી સહિતના પોલીસ કર્મીઓ દ્વારા હેલ્મેટ વગરના બાઈક ચાલકોને ઉભા રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાંચ જેટલા હેલ્મેટ વગરના બાઈક ચાલકોને ઈ-મેમો અપાયો હતો. જ્યારે રૂ.1 હજારનો સ્થળ પર જ દંડ વસુલી ફ્રી વખત ફ્રજિયાત હેલ્મેટ પહેરવા માટે કડક સૂચના આપી હતી. આમ મામલતદાર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ કરતાં બાઈક ચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો