પાટણ સિદ્ધપુર હાઇવે પર આવેલ હાજીપુર ગામ નજીક વળાંકમાં એક બાઈક ચાલકને સિદ્ધપુર તરફ્થી આવતાં બાઈક ચાલકે અડફેટે લેતાં લેતાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હાથના ભાગે ફ્રેકચર તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાનું નિદાન થતાં બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ડેર ગામના બાદરજી રતાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પાટણ ખાતે પોતાનું કામ પતાવીને બાઈક પર પરત ઘર તરફ્ જતાં હતાં તે દરમિયાન પાટણ સિદ્ધપુર હાઇવે પર આવેલ હાજીપુર ગામ નજીક પહોંચતા સિદ્ધપુર તરફ્થી આવતાં બાઈક ચાલકે અડફેટે લીધા બાદ ફરાર થઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં બાઈક ચાલકને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં હાથે ફ્રેકચર તથા અન્ય ઈજાઓ હોવાથી વધું સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતાં બાલીસણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

Banaskanthaના દિયોદરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર માંસ-મટનની દુકાનો સામે ભારે વિરોધ









