પાટણ શહેરમાં જિલ્લા મથક હોવાથી દિવસભર બજાર ભરચક રહેતી હોય છે. તેમજ વાહનચાલકો દ્વારા પણ આડેધડ પાર્કિંગ કરી દેતાં અવારનવાર ટ્રાફ્કિની સમસ્યા ઉદભવતી હોય છે. જેને લઈ શનિવારે બપોરે પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફ્કિ ડ્રાઈવ યોજીને ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. પાટણ બી ડિવિઝન પીઆઈ નિરવભાઈ શાહ દ્વારા તેમની ટીમને સાથે રાખીને પાટણ શહેરના હાર્દસમા વિસ્તાર એવા બગવાડા દરવાજા પાસે ટ્રાફ્કિ ડ્રાઈવ યોજી હતી. જે દરમિયાન પોલીસે આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સહિત નંબર પ્લેટો વગરના તથા બ્લેક ફ્લ્મિો લગાવેલ અને લાયસન્સ વગર પસાર થતાં વાહનચાલકોની સામે કાર્યવાહી કરતાં ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વધી રહેલી ટ્રાફ્કિની સમસ્યાને અને અકસ્માતની ઘટનાઓ ન બનેતેવા હેતુથી ટ્રાફ્કિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રાઈવ દરમિયાન કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ પર જ દંડની રકમનો મેમો આપવામાં આવ્યો હતો. તો કેટલાક વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસુલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

2.40 લાખ લોકોએ LRD પરીક્ષા આપી સ્કેન OMR શીટ વેબસાઈટ પર મૂકાશે









