પાટણ : દિલ્હી ખાતે સંસદ આગળ પપ્પુ યાદવ દ્વારા ભણવા વસ્ત્ર્રોનો દુરપયોગ કરી અનાદર કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજનાં આગેવાનો દ્વારા એકઠા થઈને પાટણ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે પપ્પુ યાદવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સનાતન ધર્મ સહિત સંતોની માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપવી જોઈએ. આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી ન થાય તો સનાતન ધર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
