સમી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ તબીબો પોતાની હાટડીઓ ખોલીને કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર લોકોને એલોપેથીક દવાઓ આપી રહ્યા છે. આરોગ્ય તંત્રની આંખ ઉઘડતી નથી અને વધું એક વખત સમીના માંડવી ગામેથી ધોરણ 12 પાસ બોગસ તબીબને પાટણ SOGની ટીમે ઝડપી પાડીને રૂ.2300 નો મુદ્દામાલ કબજે કરી સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.પાટણ SOGના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ સમી પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે માંડવી ગામે રહેણાંક મકાનમાં એક શખ્સ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર દવાખાનું ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસે ત્યાંના હેલ્થ ઓફ્સિરને જાણ કરી મેડિકલ ઓફ્સિર અને ફાર્માસિસ્ટ સહિત પંચોને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર દવાખાનું ચલાવતો પાટણનો 65 વર્ષીય રાજેન્દ્રકુમાર મફ્તલાલ વ્યાસ નામનો 12 ચોપડી પાસ બોગસ તબીબ મળી આવતાં પોલીસે રૂ.2300 નો મુદ્દામાલ કબજે કરી સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. અત્રે નોંધનીય છે કે વારંવાર પાટણ જિલ્લામાં SOG પોલીસ દ્વારા રેડ કરીને બોગસ તબીબો ઝડપવામાં સફ્ળતા પ્રાપ્ત કરે છે. તેમ છતાં પણ બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવતું આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદર માણી રહ્યું હોય તેમ પોલીસની કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે. જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો