પાટણ શહેરમાં પાર્લર અને બંધ મકાનમાં ચોરીને અંજામ આપનાર એક ચાણસ્મા અને બે પાટણના એમ કુલ 3 ની અટકાયત કરી રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે એક બાઈક પર ત્રણ શખ્સો ચોરીનો મુદ્દામાલ વેંચવા ફરી રહ્યા છે. જેના આધારે બીડી હાઈસ્કૂલના પાછળના ભાગે વોચ ગોઠવી બાઈક સવાર મુકેશજી ગોવાજી ઠાકોર (ચાણસ્મા) તથા દિનેશજી સોમાજી ઠાકોર અને મનોજભાઈ પ્રહલાદભાઈ નાયી બંને રહે પાટણને ઝડપી પુછપરછ કરતાં તેમણે પાટણમાં થોડા દિવસ પુર્વે ઘીવટાના નાકે ભોગીલાલ પાન પાર્લર અને બીજા મકાન તોડવાની કોશિશ તથા અન્ય એક પાનનો ગલ્લો તોડવાની કબુલાત કરતાં પોલીસે 7900 રોકડ રકમ સહિત 3050 નો પાર્લરનો સામાન અને 35 હજારની કિંમતનું બાઈક કબજે કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ મુકેશજી ઠાકોર વિરુદ્ધ ચાણસ્મામાં ચાર અને પાટણમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે દિનેશજી ઠાકોર વિરુદ્ધ ચાર ગુના પાટણમાં અને મનોજ નાયી વિરુદ્ધ પાટણમાં એક ગુનો નોંધાયેલો હોવાનું જણાવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: