સાંતલપુર પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત વરસેલા વરસાદ અને પાણી ભરાવાના કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે મૂંગા જીવ પર પણ આફ્ત તૂટી પડી હતી. અત્યાર સુધીમાં અલગ-અલગ ગામોમાં કુલ 37 પશુઓના મોત થયાનું સામે આવવા પામ્યું હતું. જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.  

વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો સર્વે કરવા માટે ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી હાલ સર્વે અને તપાસની કામગીરી ચાલુ હોવાથી આગામી દિવસોમાં પશુઓના મૃત્યુનો આંક વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુઓના મૃત્યુના ચોક્કસ કારણો અને નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ સરકાર તરફ્થી સહાય અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ્, ભારે વરસાદના કારણે આંતરનેશ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં એક વૃદ્ધ મહિલા પાણીમાં ફ્સાઈ જતા મહિલાને સ્થાનિક યુવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર બહાદુરીપૂર્વક રેસ્ક્યુ કરીને દાદીને સુરક્ષિત બહાર કાઢી હતી. તાજેતરના ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો પર અવરજવર ખોરવાવા તેમજ પશુધનને થયેલા નુકસાનથી સાંતલપુર પંથકમાં મુશ્કેલીઓ યથાવત રહેવા પામી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો