ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ઉ.ગુજરાતના ખેડૂતો ખરીફ્ પાકોના વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેતીમાંથી વધુમાં વધુ નફો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે બિયારણનો યોગ્ય દર, વાવેતરનું અંતર અને ખાતરનું સંતુલિત આયોજન ખૂબ જ જરૂરી છે. કૃષિ વિભાગ દ્વારા ચોમાસુ બાજરી અને જુવારના પાક માટે વૈજ્ઞાનિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બાજરીનું વાવેતરમાં હેક્ટર દીઠ 4 કિલોગ્રામ બીજ દર રાખવો, બે લાઈન વચ્ચે 60 સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે 10 સે.મી.નું અંતર રાખીને જ વાવેતર કરવું, જેથી છોડનો વિકાસ સારો થાય. વાવણી સમયે પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ 40 કિ.ગ્રા.નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવો. જુવારના પાકમાં પણ પાયાના ખાતર તરીકે વાવણી સમયે જ હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવાની સલાહ છે. વાવણી સમયે જ પાયાના ખાતરનો આ સંતુલિત જથ્થો આપવાથી છોડના મૂળનો વિકાસ ઝડપી થશે અને પાક ઉત્પાદન વધુ મળશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: