પાટણ શહેરમાં મોડી રાત્રે ઘર તરફ્ જઈ રહેલા એક પાર્લરના વેપારીનું અજાણ્યા શખ્સે લીફ્ટ આપવાના બહાને એકટીવા ઊભું રખાવી તેને પકડી લીધા બાદ વધું બે શખ્સોએ આવીને મારૂં ખોટું નામ કેમ લીધું તેમ કહીને અપશબ્દો બોલી ત્રણેયે ધોકા વડે માર મારતાં અન્ય બે મિત્રોએ દોડી આવી છોડાવીને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતાં હાથની આંગળી પર ફ્રેકચર થતાં એક નામજોગ સહિત અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આક્ષેપિત ફરીયાદ નોંધાવી છે. પાટણમાં રહેતાં પાર્થ ગંગારામભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મોડી રાત્રે એકટીવા લઈને ઘર તરફ્ જતાં હતાં. તે દરમિયાન હાંસાપુર નજીક આવેલ ડેરી પાસે પહોંચતા એક શખ્સે લીફ્ટ આપવાના બહાને એકટીવા ઊભું રખાવી તેને પકડી રાખ્યો હતો. તે દરમિયાન ધવલ દેસાઈ સહિત અન્ય એક અજાણ્યા શખ્સે આવીને અપશબ્દો બોલી ધવલ દેસાઈએ મારૂં નામ લેવાનું નહીં તેમ કહી ઉશ્કેરાઈ ધોકા વડે માર મારતાં વેપારી એકટીવા પરથી નિચે પડી જતાં બીજા બંને શખ્સો પણ ધોકા વડે માર મારતાં બુમાબુમ કરતા નજીકમાંથી બે મિત્રોએ દોડી આવી 108 માં ધારપુર હોસ્પિટલમાં લઈ જવાતાં પગે લોહી આવતું હોય ટાંકા લીધા હતા. તેમજ હાથની આંગળી પર ફ્રેકચર હોવાનું નિદાન કરતા ધવલ દેસાઈ સહિત અજાણ્યા બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. વધુમાં ફરીયાદમાં આક્ષેપ કર્યો છે. કે તેણે ધવલ દેસાઈ પાસેથી 50 હજાર લીધા હતા. બાદમાં તેના પર ક્રિકેટ સટ્ટાને લઈ ફરીયાદ નોંધાતા ધવલ દેસાઈએ મારૂં નામ ન આપતો તેમ કહી માથાકુટ કરતો હતો. અને પોલીસ તેને શોધે છે. તેવી વહેમ રાખીને અદાવતમાં માર માર્યો હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ









