હારીજ પંથકમાં કાકાના ઘરે તેના ગામમાં રહેતી એક સગીરાને શખ્સ ભગાડી ગયો હોવાનું સગીરાની દાદીએ રસ્તામાં ચાલતાં જતાં જોઈ જતાં સગીરાના કાકા અને પિતાને જાણ કરતા તેઓ દ્વારા શખ્સ સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


હારીજ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પરિવાર સાથે અન્ય જગ્યાએ કામ અર્થે રહેતાં હોય તેમની સગીર દીકરી ગામમાં તેમના નાના ભાઈ સાથે રહે છે.જે દિકરી ગામના જ શખ્સ સાથે રસ્તામાં ચાલતાં જતી હોવાનું સગીરાની દાદી જોઈ જતાં તેમણે સૌ પ્રથમ સગીરાના કાકા અને પિતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને સગીરા સાથે જનાર શખ્સનાઘરે તપાસ કરતા તે પણ હાજર ન હોવાથી બંનેની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સગીરાના પિતાએ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: