મહેસાણા સ્થિત દુધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરીની ફરથી વરણી કરવામાં આવતાં તેમનો સન્માન સમારોહ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો સહિત વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ચેરમેનનું સન્માન કર્યું હતું. પાટણ ખાતે આવેલ ખોડાભા હોલમાં દુધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરીની પુનઃ વરણી કરવામાં આવતાં સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમા ઉપસ્થિત પશુપાલકો સહિત પાટણ જીલ્લાની વિવિધ દુધ મંડળીઓના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ સહિત એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, નંદાજી ઠાકોર સહિત દુધ સાગર ડેરીના નિયામક મંડળના પાટણ વિભાગના સભ્યો અને વાઈસ ચેરમેન દશરથભાઈ પટેલ તથા સહકારી આગેવાનો અને મોટીસંખ્યામાં દુધ ઉત્પાદકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: