રાધનપુર શહેરમાં રખડતા ઢોર નો ત્રાસ દિન - પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરને પકડવાને રખડતા ઢોર પકડવા બાબતે તંત્ર ચલકચલાણું રમી રહ્યા છે.શહેરમાં રખડતા ઢોરને ઠેર ઠેર જગ્યા પર અડિંગો જમાવીને બેઠા છે તેમ છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી દેખાવ પૂરતી કરતા હોય તેવું સ્પષ્ટ પણે શહેરમાં જોવા મળી રહ્યું


રાધનપુર ભાભર ત્રણ રસ્તા ચોકડપર રખડતી ગાયો ,રખડતા આખલા અને ગૌવંશે જાણે કે રસ્તા રોકો આંદોલન કર્યુ હોય તેમ અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા બે વર્ષથી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ કરી રહી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યુ છે. એકતરફ્ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 200 કરતાં પણ વધારે રખડતાં ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બેઠાં છે. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ , વૃદ્ધો નાના બાળકો ને માર્ગ પરથી પસાર થવું જીવ જોખમ જોવા મળી રહ્યું છે.પંથકમાં 3 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર ને પાંજરે પૂરવાની કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: