18

પાટણ : રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા સમગ્ર દેશમાં શ્નમામિ ભારતમશ્ અંતર્ગત પૂર્ણ વંદે માતરમ સમૂહ ગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં એક સાથે વીસ હજાર કરતાં વધુ સ્થાનો પર તથા ગુજરાતમાં 250 કરતાં વધુ સ્થાનો પર એકલય અને એક તાલમાં વંદે માતરમ્ નું સમૂહ ગાન કરવામાં આવ્યું. આ વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરમાંથી એક કરોડથી વધુ લોકો એક જ સમયે વંદે માતરમ ગાનમાં જોડાયા હતા, જેના કારણે આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની અનોખી અભિવ્યક્તિ બન્યો. સિદ્ધપુર નગરમાં આ સરસ્વતી શિશુ મંદિરના વિવેકાનંદ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાલયના પૂર્વ છાત્ર તથા સિદ્ધપુર નગરના નાયબ મામલતદાર મંથનભાઈ રથવી, અભિનવના આચાર્ય ડો. રૂપેશ ભાટિયા અને શિશુ મંદિરના આચાર્ય શુભ્રેશ દવે, પ્રમુખ મનુભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટી વ્યવસ્થાપકો, વાલીઓ તથા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અન્ય ભગિની સંસ્થાઓના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આરાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાયા હતા.