ગુજરાત ભરમાં વર્ષ દરમિયાન વિવીધ તહેવારો આવતા હોયછે અને લોકો તે તહેવારો ની ધામધુમ પુર્વક ઉજવણી કરતા હોયછે તેમાં કેટલાક તહેવારો જોખમી પણ બનતા હોયછે આવોજ તહેવાર એટલે મકરસંક્રાંતિ નો તહેવાર આ તહેવાર દરમિયાન લોકો વીવીધ જાતના રંગ બેરંગી પતંગો અને જાત જાતની કંપનીઓના દોરા થી પતંગ ચગાવી મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરતા હોયછે તેમાં ખાસ કરીને ચાઈનીઝ દોરી થઈ પણ પતંગ ચગાવતા હોયછે તેના કારણે અનેક પક્ષીઓ અને લોકો મોતને ભેટયા હોયછે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયાના બનાવો નોંધાય છે તેથી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરી વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોછે તેમ છતાંય આવી ચાઈનીઝ દોરી નું ખુલ્લેઆમ વેચાણ થતું હોયછે તેથી પોલીસદ્વારા આવી દોરી વેચતા કે હેરાફેરી કરતા અથવા પતંગ ચગાવતા લોકોને ઝડપી તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોયછે તેવામાં પાટણ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જીલ્લા માં ચાઇનીઝ દોરીના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને શંખેશ્વર પોલીસ એક્ટીવ બની ટાઉનમાં પેટ્રોલીંગ માં હતી તે સમયે બાતમીના આધારે શંખેશ્વર બોલેરા ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ થેલી હાથમાં લઈને ઉભેલા વીક્રમ બાબુજી ઠાકોર ની તલાસી લેતાં તેની પાસેની થેલીમાંથી 35 નંગ ચાઈનીઝ દોરીની ફીરકી જેની કીંમત રૂપીયા 7000 ની સાથે ઝડપીપાડીતેના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









