સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ઉતરેલા એક આધેડ વયના પુરૂષનું તળાવમાં ઉગેલી કંમળ કાકડીના વેલાઓમાં ફ્સાઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતાં જ સ્થાનિકો સહીત તંત્ર દ્વારા તળાવમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમી ખાતે 58 વર્ષીય શ્રીમાળી મનુભાઈ મગનભાઈ સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા ઉતર્યા હતા. પરંતુ તળાવમાં કંમળ કાકડીના વેલા વધું ફાલેલા હોવાથી અંદર ફ્સાઈ જતાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સહીત મામલતદાર ટીમ અને જી.આર.ડી જવાનોદ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ત્રણ કલાકની મહામહેનતે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
