ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામની સગીરાએ અગમ્ય કારણોસર એસીડ અથવા ફ્નિાઈલ જેવું પ્રવાહી પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ ચાણસ્મા પોલીસને કરાતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. મીઠાધરવા ગામની અંદર રહેતી 18 વર્ષીય પલક પ્રહલાદભાઈ રાવળ નામની યુવતિએ અગમ્ય કારણોસર ઘરમાં રહેલ એસીડ અથવા ફ્નિાઈલ જેવું પ્રવાહી ગટગટાવી લેતાં તાત્કાલિક અસરથી તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ કમનસીબે મૃત્યુ થતાં આ અંગેની જાણ મૃતક યુવતિની માતા લક્ષ્મીબેન પ્રહલાદભાઈ ચાણસ્મા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો