પાટણ શહેરમાં આવેલ જનતા હોસ્પિટલમાં પ્રસુતિ માટે લવાયેલી ગર્ભસ્થ મહિલાને તબીબે પ્રાથમિક નિદાન કરતાં તાત્કાલિક પ્રસુતિ કરાવવાનું ઉચીત લાગતાં તેમણે કેસ ગંભીર હોવાથી બાળકોના તબીબને સાથે રાખીને ગાયનેકોલોજિસ્ટ દ્વારા પ્રસુતાનું સિઝેરીયન કરતાં તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જે ત્રણેય બાળકો સહિત માતા તંદુરસ્ત હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પાટણ ખાતે આવેલ જનતા હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવેલી એક મહિલાનો કેસ ગંભીર હોવાથી સ્થિતિને પારખી ગયેલા ગાયનેકોલોજિસ્ટ ડો.મિહિર દવેએ તાત્કાલિક અસરથી તેમની ટીમ સહિત બાળકોના તબીબને સાથે રાખીને મહિલાને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ સિઝેરીયન કરાયું હતું. જેમાં મહિલાએ એક સાથે ત્રણ જોડીયા બાળકોને જન્મ આપતાં પરિવારમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. તો બીજી તરફ્ સિઝેરીયન બાદ મહિલા અને ત્રણેય બાળકો તંદુરસ્ત હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ બાબતે તબીબ ડો.મિહિર દવેએ જણાવ્યું હતું કે મહિલાને લાવતાં કેસ ખુબ ગંભીર હતો. જેથી મહિલાની તબીયતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સિઝેરીયન કરવાની ફરજ પડી હતી. જેમાં માતા અને ત્રણેય બાળકો તંદુરસ્ત હોવાથી રજા આપી દેવાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં આવા કેસ 500 થી વધુ કેસોમાં ખુબ જ ભાગ્યે જ જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે મહિલા દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેને PMJAY હેઠળ સારવાર કરવામાં આવે તેવો પરિવારનો આગ્રહ હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: