સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે વીજ થાંભલા પર ચડેલા ગામના જ એક યુવકને અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા તેનું મોત નિપજવા પામ્યું હતું.જેને લઈ સિદ્ધપુર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના લાલપુર ઈન્દિરાનગરમાં રહેતો 42 વર્ષિય ભવાનજી ઉર્ફે ગોબરજી લાલાજી નામનો યુવક ગામની અંદર આવેલ એક વીજ થાંભલા પર કોઈ કારણસર ચડતાં તેને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું આ અંગેની જાણ મુકેશજી ઠાકોરે સિદ્ધપુર પોલીસને કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ જે.આર.શુક્લાએ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: