પાટણ જિલ્લા ગ્રામ્યમાં અવારનવાર માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં શંખેશ્વર-પંચાસર હાઈવે પર શક્તિમાતા મંદિર નજીક ટાટા 407 મિની ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ બંને વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક લોકો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ, કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રાત્રીના બે પશુને અડફેટે લેતાં બંનેના મોત થયા હતા. તેમાંની એક મૃત પશુ રોડ વચ્ચે પડેલું હોવાથી વહેલી સવારે કુંવારદ ગામની સ્વિફ્ટ કાર અને સુરેન્દ્રનગર તરફ્ જતી ટાટા 407 ગાડી રોડ ઉપર પડેલી મૃત ભેંસના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. લોકમુખે એવી પણ ચર્ચાઓ સાંભળવા મળેછે છે કે રોડ પર અગાઉથી પડેલી મૃત ભેંસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે બંને વાહન માલિકોએ પરસ્પર સમજૂતી કરી લેતાં આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.










