પાટણના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના પીપરાળામાં વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં મૂંગા વન્ય જીવોને પાણી મળી રહે અનેં પશુઓને પાણી માટે રઝળપાટ કરવો ન પડે તે હેતુથી ચાર હવાળા તેમજ કુંડીની નવીન કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી લગભગ પૂર્ણ થઈ જવા પામી છે .હવાળાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હજુ સુધી આ હવાળાઓ ભરવામાં આવ્યા નથી અને તેના કારણે વનયજીવો માટે ઉપયોગી બની રહે તે હવાળાઓ તૈયાર હોવા છતાં હજુ ભરવામાં નહિ આવતા આ હવાળાઓ શોભાના ગાંઠીયા સમાન બની જવા પામ્યા છે. સરહદી જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને પશુઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, હવાડાની કામગીરીને લગભગ પંદર દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ્ વન વિભાગ દ્વારા હજુ કામગીરી અધૂરી હોવાનું કારણ આગળ ધરી સમય પસાર કરવામાં આવી રહ્યો હોવાંનું કારણ ધરવામાં આવી રહ્યું છે . કાળઝાળ ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણી જીવન જરૂરિયાત બની ગયું છે. આવા સમયે તંત્રની નિરસ્તા અને વિલંબના કારણે મુંગા પશુઓ પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. સરહદી વિસ્તારમાં એક તરફ્ નર્મદા કેનાલ પણ બંધ હોવાથી કુદરતી જળસ્ત્ર્રોતોનો અભાવ સર્જાયો છે, ત્યારે હવાડા શરૂ કરવામાં થતો વિલંબ વન્યજીવો માટે ગંભીર સમસ્યા બની રહ્યો છે.ત્યારે વનયજીવોને ઉપયોગ માટે જ હવાળા બનાવવામાં આવ્યા છે ત્યારે આ હવાળાઓ તાત્કાલિક જો કામગીરી અધૂરી હોય તો પણ પૂર્ણ કરી ભરવાની તાતી જરૂરિયાત છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: