શંખેશ્વર તાલુકાના જેસડા ગામે જોવા મળ્યું હતું અને કોઈ અસામાજીક તત્વો દ્વારા પશુ ઉપર તિક્ષ્ણ હથિયારથી ઘા મારી ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું આથી પશુપ્રેમીઓની લાગણી દુભાવી હતી અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જેસડા ગામે સ્કુલ પાસે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પશુના પગના ભાગે ઘા મારી ઈજાગ્રસ્ત કરેલો હતો પશુપ્રેમીઓને આ બાબતની જાણ થતાં પશુપ્રેમીઓની લાગણ દુભાઈ હતી અને નંદીને ઈજા પહોંચાડનાર અજાણ્યા શખ્સ ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યા હતા અને લોકોએ ઘાયલ નંદીને રાધનપુર લઈ જવા ફોન કરી પશુવાન બોલાવી હતી જોકે ગાડી આવે તે પહેલાં નદીનું મોત થયું હતું આથી ગ્રામ જનો પસુ પ્રેમીઓ અજાણ્યા અસામાજીક તત્વ ઉપર ફીટકાર વરસાવતા જોવા મળી રહ્યા હતા અને આવા શખ્સો વિરૂધ્ધ પગલાં ભરવા જણાવ્યું હતું.










