પાટણ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી અંગેની ફરીયાદ નોંધાવવા પામી હતી. જે ચોરીના બાઈક સાથે એક શખ્સ પાટણની નવજીવન ચોકડી નજીક હોવાની બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતાં બાઈક સાથે શખ્સ મળી આવતાં તેની પુછપરછ કરતાં તેણે બાઈક પાટણમાંથી ચોર્યાની અને વધુ એક બાઈકની ડીસાથી ચોરીને ઘરમાં રાખેલું હોવાની કબૂલાત કરતાં પોલીસે બંને બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વગરના બાઈક સાથે નવજીવન ચોકડી નજીક ઊભેલો છે. જેના આધારે પોલીસે તપાસ કરતા પાટણના સુજનીપુર રોડ પર રહેતો કિશન મોહનભાઈ મારવાડી મળી આવતાં તેની પાસે સાધનિક કાગળો માંગતા ન હોવાથી વધુ તપાસ દરમિયાન બાઈકની પાટણમાંથી ચોરી થયાનું સામે આવતાં વધુ પુછપરછ દરમિયાન વધુ એક ડીસાથી ચોરેલું બાઈક તેના ઘરે રાખેલું હોવાની કબૂલાત કરતાં પોલીસે બંને બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો