પાટણ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં જ ઓબીસી સમાજના હોદ્દેદારોની અલગ અલગ પદો પરણી કરવામાં આવી છે જેમાં ચાણસ્મા તાલુકાના ઓબીસી સમાજમાં બહુમતી ધરાવતા ત્રણ ગામોમાંથી પ્રતિનિધિઓને વરણી કરાતા ગામોના લોકો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા હતા સાથે જિલ્લા ઓબીસી સમાજના ઉપપ્રમુખ તરીકે સુણસર ગામના હઠેસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે. ચાણસ્મા તાલુકાના ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે ધીણોજ ગામના રમેશભાઈ પરાગભાઈ ચૌધરી (R.P) તથા મહામંત્રી તરીકે સુણસર ગામના રમેશજી મણાજી ઝાલા અને મીઠીઘારીયાલ ગામના પ્રહલાદજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ચાણસ્મા તાલુકાના ઓબીસી સમાજની વધુ વસ્તી ધરાવતા ત્રણ મોટા ગામોના હોદ્દેદારોને પ્રતિનિધિત્વ આપતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ પક્ષને ફાયદો થશે તેવી ચર્ચાઓ જોવા મળી હતી. ધીણોજ ગામના રમેશભાઈ ચૌધરીને ઓબીસી મોરચાનું પ્રમુખ પદ મળતા ધીણોજ ગામે આવેલ પી.એમ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ચૌધરી પ્રતાપભાઈ મોતીભાઈ તેમજ ચૌધરી શંકરભાઈ (શંકુઝ વોટરપાર્ક) ના ફોટો અનાવરણ કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ આગેવાનો તેમજ ડેલિકેટ ભરતભાઈ ચૌધરી, રેલવે પુરા સરપંચ બાબુલાલ પટેલ, ધીણોજ સરપંચ પીનલબેન ચૌધરી તેમજ વિપુલભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









