પાટણમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ બુલડોઝર ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાટણમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હતી.
ખોખરા સામે અનેક ગંભીર ગુનાઓ
માહિતી મુજબ, તાજેતરમાં જાહેર ફાયરિંગ અને હત્યાના કેસ બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. ઝહીર ઉર્ફે ખોખરા પર ખૂન, ખૂનની કોશિશ, લૂંટ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ તે સબજેલમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ
તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2018થી ઝહીર ખોખરાએ બુકડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી રહેણાંક મકાન અને દુકાનોનું બાંધકામ કર્યું હતું. જેના આધારે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર પાંચ દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
તાજેતરમાં બનેલા ગુનાહિત બનાવો બાદ પાટણમાં અસામાજિક તત્વો સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ