પવિત્ર યાત્રાધામ અને શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા માં અંબાના મુળ સ્થાનક ગબ્બર ખાતે શુક્રવારથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થતાં ચાણસ્મા શહેરમાંથી દરરોજ એક બસ શ્રાધ્ધાળુઓને લઈ જવા માટે મુકાઈ છે તેમજ દરરોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 3 બસો મુકાશે જે આવતી કાલ સુધીમાં ભક્તોને અંબાજી લઈ જશે તેમ ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ કીરણ જાનીએ જણાવ્યું હતું. ગઈકાલે પાલીકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ સહિતના ચાણસ્માના શ્રાધ્ધાળુઓ અંબાજી પહોંચી પરિક્રમા મહોત્સવનો લ્હાવો લીધો હતો.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









