સરસ્વતી તાલુકાના અને વાગડોદ પોલીસ સ્ટેશનના હદમાં આવેલા ચારૂપ ગામે ગ્રામ પંચાયત હસ્તકના બોર પરથી આશરે 30 મીટર જેટલો કેબલ વાયરની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી જતાં તેની જાણ બોર ઓપરેટર બોર ચાલુ કરવા માટે જતાં બોર ચાલુ ન થતાં થઈ હતી. જેને લઈ તેમણે સરપંચ પતિને જાણ કરી વાગડોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફ્રીયાદ નોંધાવી છે.

ચારૂપ ગામે ગ્રામ પંચાયતના બોર ઓપરેટર વરવાજી અનુપજી રાજપુતે નોંધાવેલી ફ્રિયાદ મુજબ તેઓ ગ્રામ પંચાયતનો બોર ચાલુ કરવા માટે ગયા હતા અને ઓરડી ખોલી અંદર બોર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બોર ચાલુ ન થતા બહાર નીકળી તપાસ કરતા ઓરડીના બહારના ભાગેથી બોરની પાઈપ સુધીના ભાગનો કેબલ વાયર જમીનની અંદર પી.વી.સી લાઈન નાખી તેમાં નાખેલ હોય જેને કોઈ ચોરી ગયું હોવાથી આ અંગેની જાણ મહિલા સરપંચના પતિને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ કરવા છતાં પણ કેબલ વાયરની કોઈ ખાતરી ન થતા આખરે વાગડોદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફ્રિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.