પાટણ જિલ્લામાં પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI ની બદલીબાદ છેલ્લા બે મહિનાથી વધારાનો ચાર્જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI ને સોંપવામાંઆવ્યો હતો. જ્યાં કાયમી PI તરીકે જયદિપસિંહ સોલંકીને નિમણુંક કરવામાં આવી છે. બીજી તરફ્ એસસોજીના PI તરીકે સાયબરક્રાઈમ પોલીસ મથકના મહિલા પી.આઈ. બી.એન. ચૌધરીને મુકવામાં આવ્યા છે. તદ્પરાંત રણુંજ અને કાકોશી પોલીસ સ્ટેશનમાં PI ની નિમણુંક કરવામાં આવી છે. તેમજ અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનના PSI ની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને ઓ.પી માં બદલીઓ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા PI અને PSI ની જાહેર હિતમાં જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વિભાગની મહત્વની ગણાતી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં PI તરીકે SOG પીઆઈ જયદીપસિંહ સોલંકીની નિમણુંક કરી છે. તો SOG માં તેમના સ્થાને સાયબર ક્રાઈમ બ્રાન્ચના મહિલા PI બી.એને.ચૌધરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમને SOG સહિત વધારાનો સાયબર ક્રાઈમનો પણ ચાર્જ યથાવત રાખ્યો છે. તદ્પરાંત સમી પોલીસ સ્ટેશનમાં PIતરીકે લીવ રીઝર્વમાંથી એ.એન. પટેલને ચાર્જ સોંપાયો છે. બીજી તરફ્ રણુંજ ખાતે PI તરીકે આર.ડી. ચૌહાણ અને કાકોશી PI તરીકે ડી.આર.ગઢવીની નિમણુંક કરી છે. તો બીજી તરફ્ રણુંજ PSI જે.ટી.ગઢવીને ધારપુર ઓ.પી અને સમી PSI એ.પી.જાડેજાને સાંતલપુર પોલીસ સ્ટેશનની ઝઝામ ઓ.પી માં મુકવામાં આવ્યા છે. તેમજ સાંતલપુર PSI જી.બી. માજીરાણાની બદલી કરીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. તદ્પરાંત પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI વી.ટી. રાજપુતને સરસ્વતી તાલુકાના સરીયદ ઓ.પી નો ચાર્જ સોંપ્યો છે અને પાટણ સીટી ટ્રાફ્કિ શાખાના PSI આર.એસ.સોલંકીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે બદલી પામેલા રણુંજ પીઆઈને ANW નો અને પાટણ બીડિવિઝન PS Iવી.આર.ડાભીને સીટી ટ્રાફ્કિ શાખાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
