પાટણ સહિત જિલ્લાભરમાં રવિવારે પોલિયો દિવસ નિમિત્તે 0થી પાંચ વર્ષના બાળકોને પોલિયો નામના રોગથી સુરક્ષિત રાખવા માટે બાળકને પોલિયો રસીના બે ટીપાંચ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ 744 બુથક તેમજ મોબાઈલ ટીમો દ્વારા કોઈ 0થી પાંચ વર્ષનું બાળક પોલિયો રસીના ડોઝથી વંચિત ન રહી જાય તેની પણ તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી હતી. વહેલી સવારે પોલિયો રસીના પ્રારંભથી જ માતાઓ પોતાના નાના બાળકોને લઈને નક્કી કરેલા બુથ પર પહોંચી હતી. બીજી તરફ જિલ્લામાં તંત્ર દ્વારા ઈંટોના ભઠ્ઠા અને બાંધકામ સાઈડો પર મજુરી કરતાં શ્રામિકોના બાળકોને પણ પોલિયોની રસી આપવામાં આવી હતી. જોકે હાલમાં ભારત દેશમાં પોલિયો નામનો રોગ જોવા નથી મળી રહ્યો પરંતુ ફરીથી તેનો ફેલાવો ના થાય તેવા હેતુથી દર વર્ષે 0થી પાંચ વર્ષના બાળકને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવે છે.



ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: