ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ પણ વરસાદ ખેંચાય ત્યારે મેઘરાજાને રીઝવવા માટે વિવિધ લોકપરંપરાઓ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત જોવા મળે છે. અને તેમાંય ખાસ કરીને પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં આવી પરંપરાઓ વર્ષોથી વડવાઓની સમયથી ચાલી આવી છે.


વઢીયાર પંથકમાં આ વર્ષે પણ શંખેશ્વર તાલુકાના બીલીયા ગામે મેઘ રાજાને રીઝવવા ભુલકાઓ એ બીલીયા ગામે ઘરે ઘરે ફરીને મેઘમાગણી કરીને ગામના નાનાં બાળકો એ મેઘરાજાને રીઝવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો. બાળકો તળાવમાંથી માટી લાવી મેઘરાજાનું પુતળું બનાવી તેને લાકડાના પાટલા પર સ્થાપિત કરી ગામમાં ઘરે ઘરે ફરી મેઘ માગવા નીકળ્યા હતા.અને ગામની મહિલાઓએ પુતળા પર પાણી રેપુતળા સહીત બાળકો ને પાણીથી તરબોળ કરી મેઘરાજાને પ્રસન્ન કરવાની પ્રાર્થના કરી હતી. સાથે લોકોએ બાળકોને અનાજ અને રોકડ રકમનું દાન આપ્યું હતું. એકત્ર થયેલું અનાજ પક્ષીઓને ખવડાવવામાં આવ્યું હતું, જ્યારે રોકડ રકમ બાળકો દ્વારા સામૂહિક રીતે ઉપયોગમાંલેવામાં આવી હતી. ગ્રામ્ય સમાજમાં માન્યતા છે કે આવા ધાર્મિક અને લોક પરંપરાગત પ્રયોગોથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય ત્યારે હોમ-હવન,સાથે મેઘ માગણી અને અન્ય લોકવિધિઓ દ્વારા મેઘરાજાનેરીઝવાના અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: