પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અને કોપી કેસ સામે કાર્યવાહી કરવા માટે અલગ અલગ 15 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયા દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન ગેરરીતિથી દુર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત સાધનોનો ઉપયોગ, નકલ, ડમી પરીક્ષાર્થી, માસ કોપી સહિત પરીક્ષા સ્ટાફ્ સાથે ગેરવર્તણુક સહિતના કૃત્યોને ગેરરીતિ ગણવામાં આવશે અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ HNGU ના સુત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીની મંજુરી વગરમોબાઈલ ફોન, ડિજિટલ ડાયરી, પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર, પેન સ્કેનર, બ્લુટુથ ઉપકરણ અને સ્માર્ટ વોચ સહિતના સાધનો પરીક્ષા ખંડમાં લઈ જવા કે પોતાની પાસે રાખવાપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તદ્પરાંત પુસ્તકો, કાગળો, ફોટો કોપી અથવા અન્ય પ્રતિબંધિત સામગ્રી રાખવી પણ ગેરરીતી ગણાશે તેમ જણાવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થી પાસેથી કે પરીક્ષા ખંડની બહારથી કોઈપણ માધ્યમ દ્વારા મદદ લેવી કે આપવી અથવા લખેલી તેમજ ઇલેક્ટ્રોનિક સામગ્રીમાંથી જવાબો મેળવવા પ્રયાસ કરવો તેમજ અન્ય વિદ્યાર્થીને નકલ કરવામાં મદદ કરવી તેવું કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું છે કે પરીક્ષાર્થી દ્વારા ઉત્તરવહીના મુળ પાના કાઢી નાખવા, તેમાં નવા પાના ઉમેરવા અથવા ઉત્તરવહી પરીક્ષાખંડની બહાર લઈ જવા જેવા કૃત્યોને ગંભીર ગેરરીતે ગણવામાં આવશે. સાથે પ્રશ્નપત્ર કે પ્રવેશપત્ર પર જવાબો લખવા સામે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો