શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના રહેવાસી ભીખાભાઈ રેવાભાઈ સોલંકી દ્વારા તેમના પુત્રના મિત્ર પટેલ ભાવિકકુમાર વિરમભાઈ (રહે. મીઠીવાવડી, તા. પાટણ) સામે કરવામાં આવેલા ચેક રિટર્નના કેસમાં શંખેશ્વર કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવિકકુમારને ધંધાકીય જરૂરિયાત માટે નાણાંની જરૂર પડતાં તેમણે ભીખાભાઈ સોલંકી પાસેથી રૂપીયા 3,00,000 ઉછીના લીધા હતા. જોકે, નક્કી કરેલી મુદત દરમિયાન નાણાં પરત નહીં ચૂકવતાં ભાવીનકુમાર પટેલે ભીખાભાઈને આપેલો ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંક લિ.ની પાટણ શાખાનો રૂ. 3 લાખનો ચેક તા. 30/09/2024 ના રોજ બેંકમાંથી પરત ર્ફ્યો હતો. જેથી ફરિયાદીએ વકીલ ડી.સી. રાવલ મારફ્તે શંખેશ્વર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષના મજબૂત પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ શંખેશ્વર કોર્ટે ભાવીનકુમારને એક વર્ષની સાદી કેદની સજા ફ્ટકારી હતી. ઉપરાંત ચેકની રકમ મુજબ રૂ. 3,00,000 એક માસની અંદર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં કસૂર કરે તો તેને વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો શંખેશ્વર સીવીલ કોર્ટના આ ચુકાદાથી ફરી એકવાર ચેક રિટર્નના કેસોમાં કાયદાકીય જવાબદારીનું મહત્વ ફરી ઉજાગર થયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો