પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં હોટલમાં જમ્યા બાદ પૈસા આપવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થતાં 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસે 7 સામે નામજોગ, 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
2 લોકોને ઈજા પહોંચી
જૂથ અથડામણમાં 2 લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ તથા વધુ તપાસ હાથ ધરી છે.













