સમી તાલુકાના મુબારકપુરા ગામનો યુવાન સમી ખાતે કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોય નોકરી પુરી થતાં સાંજના સમયે બાઈક પર ઘર તરફ્ જતાં સમયે પાછળથી કારે અડફેટે લેતાં બાઈક પરથી નિચે પટકાતાં ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું આ અંગે મૃતકના ભાઈએ સમી પોલીસ મથકે કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મુબારકપુરા ગામના 35 વર્ષિય દિલીપભાઈ સિંધવ નામનો યુવાન છેલ્લા ત્રણ વર્ષથી સમી કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોય તે સાંજના સમયે નોકરી પતાવી બાઈક લઈને ઘર તરફ્ જતાં સમયે ગુજરવાડા નજીક પહોંચતા પાછળથી આવી રહેલ કારે અગમ્ય કારણોસર અડફેટે લેતાં ચાલક બાઈક પરથી નિચે પટકાયો હતો જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે 108 માં સમી ખાતે ખસેડાયો હતો પરંતુ કમનસીબે મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી અને પરિવારજનો સમી ખાતે દોડી આવ્યા હતા.આ અંગે મૃતકના ભાઈએ સમી પોલીસ મથકે કાર ચાલક ગુજરવાડાના નરેશકુમાર નાડોદા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: