પાટણ તાલુકાના કુડેર ગામે એક સંતાનની માતાને તેના સસરા સહિત જેઠ, પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ તેને શારિરીક માનસિક ત્રાસ આપી ગડદા પાટુંનો માર માર્યો હોવાના અને પિયરમાંથી પાંચ લાખ લાવવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધું તપાસ હાથ ધરી છે. કુડેર ગામની ચંદ્રીકાબેન રાવળે બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના લગ્ન બાદ સાસરી પક્ષના લોકો દ્વારા કામકાજમાં વાંધા વચકા કાઢી હેરાનપરેશાન કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે તે સાસરીમાં જ રહેતી હતી ત્યારે ગત 29 ઓક્ટોબરે તે ઘરમાં સાફ્સફાઈ કરતી હતી તે દરમિયાન ખરાબ થયેલ ઓશિકું કચરામાં ફેંકી દેતાં તેના સસરા ચંદુભાઈ કાંતિભાઈ રાવળે ઝઘડો કર્યો હતો. તે સમયે જેઠ ખોડાભાઈ ચંદુભાઈ રાવળે આવીને અપશબ્દો બોલી તારા બાપના ઘરેથી કંઈ લાવી નથી. પાંચ લાખ આપ તોજ ઘરે પેસવા દેશું તેવી ધમકી આપી ઉશ્કેરાઈ જઈ ગડદા પાટુંનો માર મારી ધક્કો મારી નિચે પાડી દીધી હતી. ત્યારબાદ પતિ રાકેશભાઈ ચંદુભાઈ રાવળ અને જેઠાણી હેતલબેન ખોડાભાઈએ મારઝુડ કરી ધક્કા મારી ઘરમાંથી કાઢી મુકતાં સારવાર લીધા બાદ ચાર વિરુદ્ધ આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી છે.
