ગાંધીના ગુજરાતમાં પાસ પરમીટ વગર કેફી પદાર્થો વેચવા કે પીવા ઉપર પાબંધી હોવા છતાં અવાર નવાર આવા કેફી પદાર્થો જેમાં ગાંજો અફીણ ઇંગ્લિશ શરાબ દેશી શરાબ જેવા નસીલા પદાર્થો પોલીસના હાથે અવાર નવાર ઝડપાના બનાવો પોલીસ ચોપડે નોંધાએલા જોવા મળેછે સાથે આવા પદાર્થો નું સેવન કરતા કે હેરાફેરી કરતા શખ્સો ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી તેવોના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોયછે છતાં પણ આવા કેફી પદાર્થો નું વેચાણ કરતા હોયછે આવોજ પાસ પરમીટ વગરનો શરાબ શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે ઝડપાયો હતો
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર શંખેશ્વર પોલીસના માણસો મુજપુર ગામે પેટ્રોલીંગ માં હતાતે દરમિયાન બાતમીના આધારે મુજપુર ખાતે રહેતો ઠાકોર દશરથજી સોનાજી ના ઘરે રેડ કરતાં તે ઘરે મળી આવ્યો ના હોઈ તેના ઘરની ઓસરીમાં તપાસ કરતાં દેશી શરાબ લીટર 6 પોલીસ રેડ દરમિયાન મળી આવ્યો હતો આથી શંખેશ્વર પોલીસ સ્ટેસને મુજપુર ના દશરથજી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.










