પાટણ : સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ખાતે આવેલ કુમારી આર.ડી. પટેલ મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ દિવાળી ગ્રેટીંગ્સ કાર્ડ, દિવાળી રંગોળી, રંગ સુશોભન સહિતની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની બાહ્યશક્તિને નિખારી હતી. કુમારી આર.ડી.પટેલ મહિલા અધ્યાપન મંદિર દ્વારા આયોજિત દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરૂં પાડવા સંચાલક મંડળ સહિત સમગ્ર સ્ટાફ્ પરિવારે જહેમત ઉઠાવી હતી.
