પાટણ ઊંઝા હાઇવે પર આવેલ ધારપુર ગામે છેલ્લા કેટલાક સમયથી જુનું જર્જરિત હાલતમાં કાંગરા ખરી રહેલ એક બસ સ્ટેશન ઊભેલું હોવાથી કોઈ મુસાફર અંદર બેસે તો જાનહાનિની સંભાવના રહેલી હોવાથી તેને ઊતારી લેવા માટે તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે? પાટણ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે.
પાટણ તાલુકાના ધારપુર ગામના મહિલા સરપંચ દ્વારા અને ગામના જાગૃત નાગરિકે સદસ્યને રજુઆત કરતાં જણાવ્યું હતું કે ધારપુર ગામે ઊભેલા જુના જર્જરિત બસ સ્ટેશનમાંથી તેના સિમેન્ટના પોપડા ખરી જવાથી ખીલાસરી પણ દેખાઈ રહી છે. અને ગમે તે સમયે કોઈ મુસાફર અંદર બેસે તો જાનહાનિ થવાની શક્યતા છે. જેને લઈ સદસ્યએ પાટણ ડેપો મેનેજરને પત્ર લખીને જુનું જર્જરિત હાલતમાં ઊભેલું બસ સ્ટેશન ઉતારી લેવા માંગ કરી છે.










