ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામથી કેશણી તરફ્થી જવાના એક માર્ગીય રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી સાઈડમાં ઉગેલા બાવળની ડાળીઓ વધીને રોડ સુધી પહોંચી જતાં પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અકસ્માતની દહેશત પણ ઊભી થવા પામી છે. જેને લઈ તાત્કાલિક અસરથી વધારાની બાવળની ડાળીઓ દુર કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો સહિત કેશણી ગામના સરપંચે કરી છે.ચાણસ્મા તાલુકાના ઝિલીયા આજુબાજુના ગામોના લોકોને પાટણ જવા માટે કેશણી તરફ્થી પસાર થતો માર્ગ સીધો પડતો હોવાથી લોકો વધુ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હાલમાં ઝિલીયા ગામથી કેશણી તરફ્થી જવાના માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી સાઈડમાં ઉગેલા બાવળની ડાળીઓ રોડ પર ફેલાઈ આવતાં રાત્રીના સમયે પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી વળાંક હોવાથી અકસ્માતની પણ દહેશત રહેલી છે. જેને લઈ તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા બાવળની ડાળીઓ દુર કરવામાં આવે તેવી કેશણી ગામના સરપંચ અને વાહનચાલકોએ માંગ કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: