હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પાણીની સમસ્યા દુર કરવા માટે સરકારની બાંધકામ ગ્રાન્ટમાંથી રૂ. 3.16 કરોડના ખર્ચે 15 લાખ લીટરની ક્ષમતા વાળી ઉંચી પાણીની ટાંકી તથા 25 લાખ લીટરના અંડર ગ્રાઉન્ડ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે આ નવી સુવિધાઓને કારણે કેમ્પસમાં અને ખાસ કરીને સામે આવેલા સ્ટાફ્ ક્વાર્ટર્સમાં પાણીની અછત દુર થશે. યુવાનો અને સેનાની ભરતી માટે મિલિટરી માપદંડ વાળી ફાયરિંગ રેન્જ વોલ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી રૂ. 6.40 લાખના ખર્ચે તૈયાર થયેલી ફાયરિંગ રેન્જ વોલનું પણ લોકાર્પણ કરાયું હતું. જેનાથી મિલિટરી દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ માપદંડો અને પેરામીટર્સ મુજબ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યમાં યુનિવર્સિટી યુવાનો માટે દોડવાનો ટ્રેક પણ અદ્યતન બનાવશે અને જમ્પિંગ વોલ જેવી સવલતો ઊભી કરાશે તેમજણાવ્યું હતું. તેમજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સંચાલિત સંસ્થા દ્વારા યુનિવર્સિટી કેમ્પસનું ગ્રીન ઓડિટ કરાવવામાં આવ્યું છે. જેનો ટુંક સમયમાં અહેવાલ આવશે અને આ સિદ્ધી હાંસલ કરનાર કદાચ પાટણની પ્રથમ યુનિવર્સિટી બનશે તેમ જણાવ્યું હતું.

ખોખરા અનુપમ બ્રિજ પાસે રોડ નીચેની જમીન ધસી !









