ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ દિવસીય નિઃશુલ્ક ફ્ંડામેન્ટલ્સ ઓફ્ ડ્રોન મેકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું સફ્ળતાપુર્વક સમાપન થયું હતું. ટ્રેનિંગ પ્રોગ્રામમાં સહભાગીઓને ડ્રોન ટેકનોલોજીના મૂળભુત સિદ્ધાંતો, ડ્રોનની એસેમ્બલી અને બનાવટ, એરોડાયનેમિક્સ, ફ્લાઈટ ઓપરેશન્સ, ય્ઁજી, એવિઓનિક્સ, ફ્લાઇટ કંટ્રોલર, ડ્રોન ટેસ્ટિંગ અને કેલિબ્રેશન જેવા વિવિધ વિષયોનું થિયરી સાથે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. પાટણ સાયન્સ સેન્ટરમાં આયોજિત ટ્રેનિંગ પ્રોગ્રામના અંતે સહભાગીઓના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સહભાગીઓએ સરેરાશ 72.40 ટકા પરિણામ મેળવ્યું હતું. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા સહભાગીઓમાં વ્યાસ અંશ કલ્પેશકુમાર, પટેલ મિહિરકુમાર રોહિતભાઈ અને યશ પ્રજાપતિનો સમાવેશ થાય છે. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ સહભાગીઓને તાલીમ પુર્ણ કર્યાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્ર્રીએ જણાવ્યું હતું કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાંડ્રોન ટેકનોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. કૃષિ, સંરક્ષણ, સર્વેક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, ઉદ્યોગ અને અન્ય અનેક ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો