સમી : સમીની નાયકા ચોકડી પાસે શંખેશ્વર તરફ્થી આવતી એક ઈકો ગાડીના ચાલકે રસ્તા પર અચાનક ઉતરી આવેલા બાળકને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઈકો ગાડી સીધી રોડની સાઈડમાં ગુલાંટ મારી જવા પામી હતી. જોકે અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર 3 લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો પરંતુ રસ્તો ક્રોસ કરી રહેલા બાળકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: