રાધનપુર પંથક ચાલુ સાલે પડેલા ભારે વરસાદ અને તાજેતરમાં થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોને ચાલુ સાલે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પરંતુ કુદરતની તમામ આફ્તો સામે લડીને પણ ખેડૂતો દ્વારા શિયાળુ પાક સમેટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે ઉનાળુ પાકના વાવેતરની કરવાની શરૂઆત કરી નાખી છે.આ વર્ષે રાધનપુર વિસ્તારમાં શિયાળુ પાક તરીકે ઘઉં, ચણા અને જીરું જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાધનપુર પંથકમાં ચણા અને જીરું જેવા પાકો દર વર્ષે એક જ જમીનમાં વાવેતર કરવાથી જમીનની શક્તિ થોડું ઓછી થવાની શક્યતા રહે છે. જ્યારે ઘઉં જેવા પાકો દર વર્ષે વાવવામાં આવે તો પણ યોગ્ય પરિસ્થિતિમાં સારો પાક મળી શકે છે. જો ચોમાસામાં સમયસર વરસાદ થાય અને શિયાળામાં અનુકૂળ વાતાવરણ રહે તો ઘઉંનો પાક પણ ઉત્તમ થાય છે. પરંતુ ચાલુ સાલે રાધનપુર પંથકમાં શરૂઆતના સમયે પડેલી અસહ્ય ગરમી અને અવારનવાર હવામાનમાં પલટો થતાં આ વર્ષે ઘઉંનો પાકની ઉબજ ઓછી નીકળે તેવું ખેડૂત આલમ માંથી જાણવા મળી રહ્યું છે. જોકે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર થવાની શક્યતા હોવાથી ભાવ પર અસર પડી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ રાધનપુર પંથકમાં ખેડૂતો કેનાલો પાણી આશા એ ઉનાળાના પાકની વાવણી કરતા હોય છે. 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ખેડૂતોને મળી રહેવાની આશાએ ખેડૂતો શિયાળુ પાક સમેટવાની સાથે ઉનાળુ પાક તરીકે ઉનાળુ બાજરી 250 હેકટરમાં,800 હેકટરમાં ઘાસચારાનું તેમજ 15 હેકટરમાં શાકભાજી નું વાવેતર કરવાનું શરૂ કરી નાખ્યું છે. અને હજુ આગામી સમયમાં ઉનાળુ પાક ના વાવેતર વર્ષે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.










