રાધનપુર તાલુકાના પ્રેમનગર - સુરકા ગામ નજીક પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં ન આવતા ખેડૂતોએ ઉગ્ર બની તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણી છોડવા માંગ કરી છે. કેનાલમાં પાણી નહી છોડાતા ખેડૂતોમાં નર્મદા તંત્ર તેમજ સરકાર પ્રત્યે રોષ ભભૂકી ઉઠયો છે. રાત દિવસના ઉજાગરા બાદ પણ નર્મદા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.


રાધનપુર તાલુકાના ખેડૂતોએ ઘઉં ઇસબગુલ જીરું સહિત રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ છે. પરંતુ રાધનપુર તાલુકાના પ્રેમનગર સુરકા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પીયત માટે પાણી છોડવામાં ન આવતા આજ રોજ પ્રેમ નગર ના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તાત્કાલિક ધોરણે નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ખેડૂતોએ પાણી આપો પાણી આપો જેવા નારા લગાવી ચિંતિત બનેલ ખેડુતોએ નર્મદાના અધિકારીઓ તેમજ સરકાર પ્રત્યે રોષ લાગણી વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાણી છોડવાની માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: